IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર
Live TV
-
ક્રિકેટ ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમીયર લીગમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ આમનેસામને થશે. રાજસ્થાનની ટીમ 2માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે છે. જ્યારે મુંબઈની ટીમ 2માંથી 2 મેચ હારી પોઈન્ટ ટેબલમાં 10માં ક્રમાંકે છે.
રાજસ્થાન રોયલ્સે તેની છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપરકિંગ્સને 20 રને હરાવ્યું હતું.
