IPLમાં આજે સુપર સન્ડેમાં બે મેચ
Live TV
-
IPLમાં આજે સુપર સન્ડેમાં બે મેચ રમાવાની છે..પ્રથમ મેચ 3:30 કલાકે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે યોજાશે. બંને ટીમ આ સિઝનમાં બીજી વખત એકબીજા સામે રમશે. જ્યારે સાંજે દિલ્હી અને ગુજરાત વચ્ચે બીજી મેચ થશે...ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જે મેચ રમાવાની હતી, ટોસ પહેલા અને મેચના સમય દરમિયાન બેંગલુરુમાં સતત વરસાદ વિઘ્ન બનતાં ટોસ પણ ન થઈ શક્યો અને મેચ રદ્દ જાહેર કરવામાં આવી હતી.આ મેચ રદ્દ થવાની સાથે જ બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જો કે આ એક પોઈન્ટથી કોલકાતા નાઈટ રાઈડર્સને મોટું નુક્સાન થયું હતું. આ સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR ના હવે 12 મેચમાં 11 પોઈન્ટ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી તે ચોથી ટીમ છે.
