Skip to main content
Settings Settings for Dark

IPL: ગઈકાલે પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 31 રને આપી હાર

Live TV

X
  • આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 31 રનથી હરાવ્યું હતું.

    પંજાબ કિંગ્સે પ્રભસિમરન સિંઘના 103 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 167 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઈશાંત શર્માએ વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 136 રન જ બનાવી શકી હતી. ડેવિડ વોર્નરે સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. પંજાબના હરપ્રીત બ્રારે ચાર વિકેટ ઝડપી હતી. પ્રભસિમરન સિંહને તેની પ્રથમ IPL સદી ફટકારવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

    ગઈકાલે હૈદરાબાદ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે છ વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 19.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કરી લીધો હતો.

    આજના ફિક્સરમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે થશે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply