IPL 2023: આજે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે મુકાબલો
Live TV
-
IPL માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમ જીતીને પ્લેઓફમાં પહોંચવાનો પ્રયત્ન કરશે. ટોપ-4માં જગ્યા બનાવવા માટે તમામ ટીમો માટે દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 11 મેચમાંથી બાદ 5 મેચ જીતી છે જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાએ તેની અગાઉની બંને મેચોમાં નજીકની જીત સાથે પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખ્યું છે. આ સીઝનમાં પોઈન્ટ ટેબલમાં બંને ટીમોના 10-10 પોઈન્ટ છે. IPL 2023માં રાજસ્થાન 5માં જ્યારે કોલકાતા 6 નંબરના સ્થાને છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ 5માંથી 4 મેચ જીતી હતી. આ પછી ટીમને છેલ્લી 6 મેચમાંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
