Skip to main content
Settings Settings for Dark

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં CSKનો ગુજરાત સામે 15 રનથી વિજય, ચેન્નાઈ 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું

Live TV

X
  • IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત વચ્ચે ચેન્નાઈના  ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટે 173 રન બનાવ્યા હતા. CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે અડધી સદી નોંધાવી ગુજરાત સમક્ષ પડકારજનક સ્કોર ખડક્યો હતો. જવાબમાં ગુજરાતની બેટિંગ શરુઆતથી જ લડખડાઈ ગઈ હતી. 173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે ત્રીજી ઓવરમાં જ રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યા નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ 7 બોલમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 41 રન જ બનાવી શકી હતી. શુભમન ગિલે લડત આપી પરંતુ તે પણ પોતાની અડધી સદીથી દૂર રહી ગયો હતો. ગુજરાત ટાઈટન્સની બેટિંગ લાઈન સંપૂર્ણ ફ્લોપ રહેતા ફાઈનલમાં સીધી એન્ટ્રી ચુકી ગયુ હતુ.  કંગાળ બેટિંગના કારણે  ગુજરાતની ટીમ 157માં સમેટાઈ ગઈ હતી. 

    ચેન્નાઈ સુપર કિંગ્સે 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં CSKનો સામનો અમદાવાદમાં 26 મેના રોજ યોજાનાર ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ સાથે થશે. ધોનીની ટીમે ક્વોલિફાયર-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું. ગુજરાત હવે ક્વોલિફાયર-2માં એલિમિનેટરની વિજેતા સામે રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply