IPL 2023: યશસ્વી જયસ્વાલ-સંજુ સેમસનની તોફાની બેટિંગ સામે KKRની નવ વિકેટે હાર
Live TV
-
IPLની 56મી મેચ ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી રમાઈ હતી. કોલકાતા સામે રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલા બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી છે. બીજી તરફ KKRની ટીમ 12 મેચમાં સાતમી હાર અને 10 પોઈન્ટ સાથે સાતમા સ્થાને સરકી ગઈ છે, માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ મનાઈ રહ્યું છે.
યશસ્વી જયસ્વાલની રેકોર્ડ બ્રેક તોફાની બેટિંગ
'ઓપનર યશસ્વી જયસ્વાલે IPL 2023માં ઈતિહાસ સર્જ્યો છે. જયસ્વાલે KKR સામે માત્ર 13 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. IPLના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. યશસ્વીએ પોતાની અડધી સદીની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
