Skip to main content
Settings Settings for Dark

IPL 2024: ચેન્નઈ સુપર કિંગ્સએ પંજાબને હોમ ગ્રાઉન્ડ પર 28 રનોથી હરાવ્યું

Live TV

X
  • આજની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ  વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની 28 રને જીત થઈ છે. ચેન્નઈએ પંજાબને 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈ તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. CSKનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો. તેને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડે 32 અને ડેરીલ મિચેલે 30 રન બનાવ્યા હતા. મોઈન અલી અને શાર્દૂલ ઠાકુરે 17-17 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી રાહુલ ચહર અને હર્ષલ પટેલે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે દિવસની બીજી મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે.

    રવિવારે ધર્મશાલાના એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ ઈલેવન અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈએ પાછલી મેચનો સ્કોર સરલ કર્યો અને પંજાબને તેના ઘરઆંગણે 28 રનથી હરાવ્યું. ગત 1 મે, પંજાબે ચેન્નાઈમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર તેમને સાત વિકેટથી હરાવ્યું હતું.

    ધર્મશાલામાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા પંજાબને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ પંજાબની ટીમ નવ વિકેટે 139 રન જ બનાવી શકી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં નવ વિકેટે 167 રન બનાવ્યા હતા. ચેન્નાઈની જીતમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાએ પહેલા બેટિંગ અને પછી બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું અને પંજાબના ત્રણ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

    પંજાબના ઓપનર પ્રભાસિમરને 23 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય શશાંક સિંહે 20 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. આ સિવાય પંજાબના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. પંજાબના પાંચ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા.

    બીજી તરફ ચેન્નાઈની બોલિંગમાં રવિન્દ્ર જાડેજા 20 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, સિમરનજીત 16 રનમાં બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો અને દેશપાંડે 35 રનમાં બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મિશેલ સેન્ટનર અને શાર્દુલ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી.

    બીજી તરફ ચેન્નાઈ માટે અગાઉ રવિન્દ્ર જાડેજાએ 26 બોલમાં 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો. કેપ્ટન અને ઓપનર રુતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરી અને સૌથી વધુ 32 રન બનાવ્યા. તેણે 21 બોલનો સામનો કરીને ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. ડેરેલ મિશેલે પણ ઝડપી ગતિએ 19 બોલમાં 30 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય મોઈન અલીએ 20 બોલમાં 17 રન, મિચેલ સેન્ટનરે 11 બોલમાં 11 રન, શાર્દુલ ઠાકુરે 11 બોલમાં 17 રન અને અજિંક્ય રહાણેએ સાત બોલમાં નવ રન બનાવ્યા હતા. જ્યારે એમએસ ધોની અને શિવમ દુબે શૂન્ય પર આઉટ થયા હતા.

    બીજી તરફ બોલિંગમાં પંજાબ તરફથી સ્પિનરો રાહુલ ચહર અને હર્ષલ પટેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે બે જ્યારે સેમ કુરનને એક વિકેટ મળી હતી.

    પંજાબ 9 મેના રોજ RCB સાથે ટકરાશે

    ધર્મશાલામાં બીજી મેચમાં પંજાબનો મુકાબલો 9 મેના રોજ આરસીબી સામે થશે. RCBની ટીમ આવતીકાલે મંગળવારે ધર્મશાળા પહોંચશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply