Skip to main content
Settings Settings for Dark

IPL 2024: SRH એ માત્ર 1 રનથી RR ને હરાવ્યું, આજે મુંબઈ સામે કોલકાતાની ટીમ ટકરાશે

Live TV

X
  • સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડના અર્ધ શતકની મદદથી 201 રન બનાવ્યા હતા.

    સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડના અર્ધ શતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ વચ્ચેની 133 રનની ભાગીદારીએ આરઆરને જીતની નજીક લાવી દીધું હતું, તેમ છતાં ટીમ જીત નોંધાવી શકી ન હતી અને માત્ર 1 રનથી હારી ગયું હતું.

    તો બીજી તરફ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ રમાનાર છે. પોઈન્ટ ટેબલમાં અત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજા ક્રમે છે. જ્યારે મુંબઈની ટીમ 9મા નંબર પર છે. મુંબઈની ટીમ આ સીઝનમાં 10માંથી 7 મેચ હારી ગઈ છે અને ફક્ત 3 મેચ જ જીતી શકી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply