Skip to main content
Settings Settings for Dark

IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સનો શાનદાર કમબેક

Live TV

X
  • IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સનો શાનદાર કમબેક, ગુજરાત ટાઈટન્સને તેમના જ હોમ ગ્રાઉન્ડ પર 99 રને હરાવ્યું

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની 30મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે યજમાન ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ એકતરફી જીત નોંધાવી છે. સતત ચાર હાર બાદ મુંબઈએ આખરે લય મેળવી છે અને ગુજરાતને 99 રનના વિશાળ અંતરથી હરાવી પોઈન્ટ ટેબલમાં લાંબી છલાંગ લગાવી છે.

    મુંબઈનું બેટિંગ અને બોલિંગમાં વર્ચસ્વ

    પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં ગુજરાત સામે 200 રનનો મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો. જીતવા માટેના 201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સની ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી અને માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    બોલિંગમાં ચમક્યા અશ્વિની કુમાર અને બુમરાહ

    મુંબઈની આ જીતમાં બોલરોનો ફાળો સર્વોપરી રહ્યો હતો. સતત 6 મેચોની વિકેટની રાહ જોયા બાદ, બુમરાહે આ મેચમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. અશ્વિની કુમાર સીઝનની પોતાની પ્રથમ મેચ રમી રહેલા આ યુવા ઝડપી બોલરે તરખાટ મચાવતા 4 વિકેટ ઝડપી હતી.

    મુંબઈ હવે પોઈન્ટ ટેબલમાં છેલ્લેથી સીધું 7મા સ્થાને પહોંચી ગયું છે. મુંબઈનો નેટ રન રેટ (NRR) હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ કરતા વધુ સારો હોવાથી તેમને આ ફાયદો મળ્યો છે. ગુજરાત માટે આ હાર આંચકા સમાન છે કારણ કે તેઓ 6 પોઈન્ટ સાથે હજુ પણ છઠ્ઠા સ્થાને યથાવત છે, પરંતુ નેટ રન રેટમાં તેમને મોટું નુકસાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
apply