MI vs RCB: વાનખેડે સ્ટેડિયમમાં આજે IPLની 20મી મેચ, શું બુમરાહની થશે વાપસી?
Live TV
-
IPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો... મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાશે મેચ... પોઈન્ટ ટેબલ પર RCB ત્રીજા નબર પર અને MI 8મા નંબરે... RCB પોઈન્ટ ટેબલમાં આગળ આવવા લગાવશે એડી-ચોટીનું જોર
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાશે... IPLની આ 20 મી મેચ છે. જો વાત કરવામાં આવે તો, પોઈન્ટ ટેબલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ ત્રીજા નંબર પર છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 8મા નંબર પર છે... RCB પોઈન્ટ ટેબલમાં આગળનું સ્થાન હાંસલ કરવા માટે એડી-ચોટીનું જોર લગાવશે.. તો મુંબઈ ઇન્ડિયન્સને તેની શાખ જાળવવા માટે આજની મેચ જીતવી જરૂરી છે...
મુંબઇમાં રોહિત અને બુમરાહ આવી શકે છે પરત
RCB સામે મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ પાછા આવી શકે છે. બુમરાહને NCA તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું છે. રોહિત શર્મા ઇજામાંથી વાપસી કરશે. તે લખનઉ સામે રમ્યો ન હતો. મુંબઈએ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાંથી ફક્ત એક જ મેચ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને હરાવતા પહેલા તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામે પહેલી બે મેચ હારી ગયા હતા. જોકે, છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે તેમને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
RCBની ટીમ શાનદાર ફોર્મમાં
RCB બે જીત અને એક હાર સાથે વાનખેડે પહોંચી રહ્યું છે. બેંગલુરુમાં યોજાયેલી એક હાઈસ્કોરિંગ મેચમાં તેઓ ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયા હતા. વાનખેડે ખાતે વિરાટ કોહલીનો પ્રભાવશાળી રેકોર્ડ છે, તેણે 18 મેચમાં 44.15ની સરેરાશથી 574 રન બનાવ્યા છે. ઇંગ્લિશ ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન ગુજરાત સામે 54 રન બનાવીને ફોર્મમાં પાછો ફર્યો છે અને ટિમ ડેવિડ-જીતેશ શર્માએ મિડલ ઓર્ડરને મજબૂત બનાવ્યો છે.