Skip to main content
Settings Settings for Dark

T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત

Live TV

X
  • T-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને BCCI 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપશે. બોર્ડના સચિવ જય શાહે રવિવારે આની જાહેરાત કરી.

    BCCIએ T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું કે, ‘ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતાં મને આનંદ થાય છે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલી પ્રદર્શિત કરી છે. આ અદ્ભુત સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન!’

    ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત કર્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ મેચમાં એક સમયે ભારતીય ટીમ બેક ફૂટ પર જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ હેનરિક ક્લાસેન (52)ની ઇનિંગની મદદથી મેચ પર પકડ બનાવી રાખી હતી,  પરંતુ ભારતે છેલ્લી ચાર ઓવરોમાં બાજી પલટી. જસપ્રીત બુમરાહે માર્કો જેન્સનને આઉટ કર્યો અને ઓવરમાં માત્ર બે રન આપ્યા. ત્યારબાદ અર્શદીપ સિંહે 19મી ઓવરમાં ચાર રન ખર્ચ્યા હતા. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં વર્ચસ્વ જમાવ્યું અને ડેવિડ મિલર અને કાગિસો રબાડાની વિકેટ લીધી. સૂર્યકુમાર યાદવનો કેચ ક્રિકેટ ચાહકો લાંબા સમય સુધી યાદ રાખશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply