Submitted by ddnews on
1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા-પોતાના પ્રવાસને રચનાત્મક બતાવતા પ્રધાનમંત્રીએ કહ્યું, આ યાત્રાથી રશિયા અને ભારત વચ્ચે વધશે ઘનિષ્ઠતા.
2.ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત-રશિયાના સુદુર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે ભારત આપશે એક અરબ ડૉલરની લોન-એક્ટ ફોર ઈસ્ટની નીતિની શરૂઆત-કહ્યું, સુદુર પૂર્વ ક્ષેત્રનો વિકાસ ભારત-રશિયાના સંબંધોનો બનશે આધાર સ્થંભ.
3.રશિયન રાષ્ટ્રપતિ પૂતિને કહ્યુ, ભારત વગર પ્રભાવી નથી આંતરરાષ્ટ્રીય સંગઠન-G8 સમૂહની ફરીથી શરૂઆત માટે સભ્ય દેશોએ રશિયામાં સંમેલન આયોજિત કરવા માટે કર્યા આમંત્રિત.
4.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વચ્છતા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે થશે સામેલ-સ્વચ્છ ભારત મિશન યાત્રામાં અસાધારણ યોગદાન બદલ પુરસ્કાર કરશે એનાયત.
5.દિલ્હીની કોર્ટે ચિદમ્બરમને 14 દિવસ માટે જ્યુડીશ્યલ કસ્ટડી માટે મોકલાયા જેલમાં - આ અગાઉ inx મીડિયા મામલે સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી - તિહાડ જેલ મોકલવાનો આદેશ કર્યો- સુપ્રીમ કોર્ટે કહ્યું આ સમયે ચિદમ્બરમને આગોતરા જામીન આપવાથી તપાસમાં થશે વિક્ષેપ-પી.ચિદમ્બરમે CBI રિમાન્ડની વિરુદ્ધમાં કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાંથી લીધી પરત.
6.માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 7 સાર્વજનિક અને 7 ખાનગી વિશ્વવિદ્યાલયોને ઉત્કૃષ્ઠ સંસ્થાન કર્યા જાહેર-IIT મદ્રાસ અને BHU સાર્વજનિક વિશ્વવિદ્યાલયના લીસ્ટમાં ટોપ પર-જ્યારે ખાનગી ક્ષેત્રમાં અમૃતા વિશ્વવિદ્યાપીઠમ અને વૈલ્લોમ ઈન્સ્ટીટ્યૂટ પણ બેસ્ટ વિશ્વવિદ્યાલય.