Submitted by ddnews on
1. LRD ભરતીમાં અનામત વર્ગની મહિલાઓના લઈને પરિપત્રમાં ફેરફાર કરતી રાજ્ય સરકાર- એક ઓગસ્ટ 2018 ના પરિપત્રમાં કરાશે ફેરફાર. LRD ભરતીમાં કોઈપણ વ્યક્તિને અન્યાય નહીં થાય તેની સરકારે આપી ખાતરી - ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી માહિતી
2. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક. બેઠકમાં LRD ભરતીને લઈને આંદોલન કરી રહેલી અનામત વર્ગની મહિલાઓ ઉમેદવારને લઈને ચર્ચા., સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત અને રાજ્યમાં કોરોના વાયરસને લઈને પણ થઈ વિચારણા.
3. આણંદ કૃષિ યુનિવર્સિટીને રાજ્ય સરકારે ફાળવી વિશેષ પેસ્ટીસાઇડ રેસીડયૂ લેબોરેટરી.આ સેમ્પલિંગ વાન ખેત ઉત્પાદનોમાં જંતુનાશકોના ઉપયોગનો તરત જ રિપોર્ટ આપવા માટે છે સક્ષમ.અનાજમાં જંતુનાશક દવા છંટકાવની મર્યાદા પણ કરી આપે છે નક્કી
4. નર્મદાના રાજપીપળા શહેરની કોલેજમાં આદિવાસી ગામડાઓમાંથી આવતી વિદ્યાર્થીનીઓને હવેથી માત્ર 2 રૂપિયામાં મળી રહેશે સેનેટરી નેપકીન -વિદ્યાર્થીનીઓ નિયમિત શાળાએ આવી શકે તે માટે મુકાયા સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન
5. મહેસાણા જિલ્લાના ખેરાલુના મલેકપુર અને સિધ્ધપુર રોડ ઉપર જીપ ઝાડ સાથે અથડાતા પાંચ મોત - 12 ઘાયલ - ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
6. WHOના પ્રમુખે કોરોના વાયરસને ગણાવ્યો વિશ્વ માટે મોટું જોખમ. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1,110 લોકોનાં મોત.WHOએ કોરોના વાયરસનું સત્તાવાર નામ 'કોવિડ-19' રાખ્યું. ભારતના આરોગ્ય મંત્રાલયે કહ્યું સ્થિતિ નિયંત્રણમાં
7. સેન્સેક્સ મંગળવારે સંસદના બજેટ સત્રના અંતિમ દિવસે નાણામંત્રીના અર્થવ્યવસ્થા સંકટમાં નથી નિવેદનના પગલે આજે શેરબજારમાં તેજી જોવા મળી હતી.સેન્સેક્સ આજે ૧૧૪.૭૧ અંકના વધારા સાથે ૪૧,૩૩૦.૮૫ પર ખુલ્યું.નિફ્ટીમાં દેખાયો ૧૨૪ પોઈન્ટનો વધારો