આજે બજાર બંધ થવાના અંતિમ દિવસે શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી. ત્રણ મહિના બાદ ગુરુવારે સેન્સેક્સ 34,173ની ઉચ્ચ સપાટીએ બંધ થયો હતો. જે આજે સવારે 34,747.04 પોઇન્ટ પર ખૂલીને તરતમાં જ અઢીસો પોઇન્ટના ઉછાળા સાથે 35,000 પોઇન્ટને વટાવી ગયો હતો. રૂપિયામાં મજબૂતી સાથે બેન્કિંગ શેરો, આઇટી કંપનીના શેરો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓના શેરોમાં સુધારો જાવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ 75 પોઇન્ટના સુધારો જોવા મળ્યો હતો. બપોરે એક વાગ્યે બીએસઇનો સૂચકાંક 34,962. 83 નોંધાયો હતો, જ્યારે નિફ્ટીનો સૂચકાંક 10,688.95 અંક નોંધાયો હતો.