અકસ્માતનો ભોગ બનતા લોકોની વ્હારે રાજ્ય સરકાર આવ્યું છે. રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં મફતમાં સારવાર આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતની હદમાં થયેલ અકસ્માત પછીના ૪૮ કલાક દરમિયાન દર્દીઓને રૂ.૫૦,૦૦૦ સુધીની તાત્કાલિક સારવાર વિનામૂલ્યે અપાશે. આ લાભ માટે કોઇપણ આવક મર્યાદાના બાધ વિના ગુજરાતના, પરપ્રાંતિય અથવા તો વિદેશી નાગરિકોને પણ લાભ મળશે.
અકસ્માતની સારવાર બાદ ખાનગી હોસ્પિટલને સારવારના નાણા રાજ્ય સરકાર સીધા જ ચૂકવશે. આ માટે ખાનગી ડૉક્ટર્સએ નાણા દર્દીઓ પાસેથી લેવાને બદલે બિલ જિલ્લાના મુખ્ય તબીબ અધિકારી અથવા તો તબીબી અધિક્ષકને રજૂ કરવાનું રહેશે.