અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે મુખમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં, પતંગોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પતંગોત્સવમાં, 43 દેશોના 153 પતંગબાજો અને દેશના 12 રાજ્યના 115 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. 14મી જાન્યુઆરી સુધી ,આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ ચાલશે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરતાં ,રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું, કે પતંગબાજીથી લોકોને ઉત્તમ આનંદ મળી રહ્યો છે. તેમજ ગુજરાતના લોકો ,તેને સંપૂર્ણ પણે પરિવાર સાથે માણે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું ,કે પતંગો, એ ગુજરાતના અનેક લોકો માટે રોજગારીનું સાધન બની ગયું છે અને ઉત્તરાયણ પર્વ ,આગળ વધવાની પ્રેરણા આપે છે.