મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે રથયાત્રાના રથનું સુવર્ણ સાવર્ણીથી પહિન્દ વિધી કરી ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. વહેલી સવારે મંદિરમાં રથયાત્રાની શરૂઆત થતાં દર્શાનાર્થીઓ હજરોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જયરણ છોડ માખણ ચોરના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પહિન્દ વિધિ થતાં જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીની નગરયાત્રાનો આરંભ થયો હતો..ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથને નંદીઘોષ નામના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, બહેન સુભદ્રાને કલ્પધ્વજ નામના રથમાં વિદ્યમાન કરાયા છે, સાથે જ ભાઈ બળભદ્રને તાલધ્વજ નામના રથમાં બેસાડવામાં આવ્યા છે..દૂરદર્શન ગિરનાર પર રથયાત્રાનું જીવંત પ્રસારણ નિહાળવા નીચે આપેલી લીંક પર ક્લીક કરો