આજે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ થશે.આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. પરંતુ તે છાયાગ્રહણ હોવાથી પાળવાનું રહેશે નહીં અને તેનો દોષ પણ લાગતો નથી. આ ગ્રહણમાં ચંદ્ર આછો દેખાશે. 26 ડિસેમ્બર 2019ના રોજ છેલ્લું સૂર્યગ્રહણ દેખાયું હતું. નવા વર્ષમાં કુલ ચાર ચંદ્રગ્રહણ થશે અને 2 સૂર્યગ્રહણ થશે. પોષ સુદ પૂનમના દિવસે આ ગ્રહણ થશે. રાત્રે 10 વાગેને 38 મિનિટથી આ ચંદ્રગ્રહણ શરૂ થશે. આ ગ્રહણ કુલ ચાર કલાક 6 મિનિટ સુધી ચાલશે