આણંદના બોરિયાવીના પ્રગતિશિલ ખેડૂત હળદરની ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યાં છે....તેમના વડીલો વર્ષોથી હળદરનું વાવેતર કરતા અને સીધા વેચાણ માટે બજારમાં મૂકતા, પરંતુ સેજલકુમાર પટેલ નામના ખેડૂત તેમના પરિવાર સાથે હળદરની ખેતી ઉપરાંત તેનો પાવડર ઘરે બનાવી તેનું વેચાણ કરી રહ્યાં છે..તેઓ આ તમામ પ્રક્રિયા પોતાના ઘરે જ કરે છે. સંપૂર્ણ રીતે ઓર્ગેનિક હોવાથી હળદરની માગ દેશ-વિદેશમાં રહે છે...