આણંદ: મગરની ભાળ મેળવવા અને તેના રક્ષણ માટે ક્રોક વોચ એપ લોન્ચ કરાઈ
24-06-2021 | 1:00 pm
Share Now આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત નેચર ક્લબ દ્રારા , એક એવી એપ લોંચ કરવામાં આવી છે ,, કે જે દેશ ના મગર પ્રેમીઓ માટે ,, આશિર્વાદ સમાન બની રહેશે. મધ્ય ગુજરાતના ઘણા તળાવો અને નદીઓમાં ,, મગર જોવા મળે છે... ત્યારે તેના વિશે લોકો વધુ માં વધુ જાણે ,, તેના રક્ષણ માટે ના ઉપાયો જાણે , તેમજ અત્યારે કઇ કઇ જગ્યાએ મગર છે ,, તેની માહિતી મેળવે તેવા ઉમદા હેતુ થી ,, આ - ક્રોક વોચ એપ - તૈયાર કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર , આ એપ , ફ્રી માં ઉપલબ્ધ છે.... નેચર કલબ છેલ્લા ત્રણ દાયકાથી , મગર અને તેના રક્ષણ માટે કામકરી કરી રહી છે ... ત્યારે હવે માત્ર ગુજરાત જ નહી, પણ દેશભરના મગર નિષ્ણાતો, , વિજ્ઞાનીકો, , અને વિધ્યાર્થીઓને ,, આ એપ મદદરૂપ થશે.