કેન્દ્રિય મંત્રી ,સ્મૃતિ ઇરાની એ પારસીઓ ના તીર્થ સ્થળ ,એવા ઉદવાડા ગામ ને, દત્તક લઈ ને વિકાસ ના ,અનેક કામો કર્યા છે અને પ્રધાન મંત્રી ના, આદર્શ ગામ ના સ્વપ્નને સાકાર કર્યું છે. સરકાર દ્વારા ઉદવાડા ને ,આદર્શ ગામ ,જાહેર કરાયા બાદ ,વિકાસ ના કામો ને વધુ વેગ મળ્યો છે. જેના કારણે ,ગ્રામ વાસીઓ માં આનંદ ની લાગણી ,પ્રસરી છે. ગ્રામવાસીઓ જણાવે છે, કે, સ્મૃતિ બેન દ્વારા ,ગામ દત્તક લીધા બાદ ,વિકાસ ના ,અનેક કામો થયા છે. સરકાર ની ,વિવિધ યોજના, ઘર - ઘર સુધી પહોંચી રહી છે. તળાવ, ગટર યોજના, પેવર બ્લોક ,તેમજ પાયા ની વિવિધ સુવિધાઓ ,અને જરૂરિયાતો , મળી રહી છે. બીજા અનેક કામો નું ,ખાત મૂહુર્ત કરવા માં આવ્યું છે.