ડાંગના આહવામાં બાળ સુરક્ષા યોજના અંતર્ગત ‛ બાળકોની સુરક્ષાઃ રાષ્ટ્રની સમૃધ્ધિ' વિષય પર સેમીનાર યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં સુબીર તાલુકા ની પ્રાથમિક શાળાના ૩૦૦ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો મુખ્ય હેતું શિક્ષણ ઉપરાંત બાળકોનાં અધિકારની બાબતોમાં કાર્ય કરવાનો હતો. આ પ્રસંગે શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ, આચાર્યોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણના વિકાસની સાથે સાથે ગ્રાસરૂટ લેવલથી કોમ્યુનિકેશનના માધ્યમથી આપણે બાળકોનું ધ્યાન રાખવાનું છે.તેમજ સૌને નિયમિતતા જાળવવા અને ભાવનાત્મક વલણ અપનાવીને કામગીરી કરવા સૂચન કર્યું હતું