ઈરાનના તેહરાનમાં, યૂક્રેનનું એક પ્લેન દુર્ઘટનાનું શિકાર બન્યું છે. યૂક્રેનનું પ્લેન બોઇંગ-737માં ,કુલ 180 પેસેન્જર સવાર હતા/. તમામ પેસેન્જરોની શોધખોળ ચાલી રહી છે. /આ પ્લેને તેહરાનથી ઉડાન ભરી હતી અને કીએફ જઈ રહ્યું હતું./ કીએફ યૂક્રેનની રાજધાની છે./ ઈરાની સમાચાર એજન્સી મુજબ આ દુર્ઘટના, સવારે રાજધાની તેહરાન સ્થિત ઈમામ ખુમૈની એરપોર્ટની પાસે બની હતી./ સમાચાર એજન્સીએ જણાવ્યું કે, બોઇંગ 737 જેટ ,એક ટેકનિકલ સમસ્યાના કારણે, ટેક ઑફ કરતાં જ ઈરાનમાં ,દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું./ હાલ, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. /વિમાનમાં મુસાફરી કરી રહેલામાંથી ,176 મુસાફરોના મોતની ઇરાને પુષ્ટી કરી છે./