સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જશદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ધારાસભ્ય પદેથી પણ પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સુપરત કરી દીધું છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કુંવરજીને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. કમલમ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કુંવરજી બાવળિયાએ આજે 4 કલાકે ગુજરાતના મંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા કોંગ્રેસના એક સીનિયર નેતા હતા અને સૌરાષ્ટ્રના કોળી સમાજમાં દબદબો ધરાવે છે. કુંવરજી બાવળિયા રાજકોટથી સાંસદ પણ રહ્યા છે.