કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે ૬૫માં રાષ્ટ્રીય શાળા રમતોત્સવનું આયોજન
04-01-2020 | 7:37 pm
Share Now કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ માં , રમત ગમત વિભાગ દ્વારા , ૬૫ મા રાષ્ટ્રીય શાળા રમતોત્સવ નું ,આયોજન કરવા માં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્સમાં , રમત-ગમત સચિવ ,ઍમ.મુથરમ્મા , અને જિલ્લા કલેક્ટર રાકેશ મિન્હાસ દ્વારા , રમતોત્સવ નો ,શુભારંભ કરવા માં આવ્યો હતો. આ રમતોત્સવ માં ,અંડર સેવન્ટીન ક્રિકેટ મેચો ,યોજાઈ રહી છે. જેમાં ,જમ્મુ-કાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન સહિત ,અન્ય રાજ્યો , અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ,કુલ 31 ટીમો એ ,ભાગ લીધો છે. પ્રથમ મેચ ,દમણ - દીવ ,અને બિહાર વચ્ચે ,યોજાઈ હતી. આ રમતોત્સવ નું ,સાત જાન્યુઆરી ના રોજ ,સમાપન થશે. શુભારંભ પ્રસંગે ,સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઇંડિયા ના જોઈન્ટ સેક્રેટરી ,દીપ મિશ્રા , અને જગ મોહન સોની પણ ,હાજર રહ્યા હતા. પ્રારંભે ,ખેલાડીઓ દ્વારા ,પરેડ યોજાઈ હતી. બાલ ભવન ના વિદ્યાર્થીઓએ , દમણ નું ,માછી નૃત્ય , અને પોર્ટુગીઝ નૃત્ય પણ ,રજૂ કર્યું હતું.