અમદાવાદ નગર નિગમ દ્વારા પ્રબંધિત SVP હોસ્પિટલ, અત્યાધુનિક સુવિધાઓ સાથે કોરોનાના દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. હોસ્પિટલના વિશેષજ્ઞ ડૉક્ટર અને પ્રશિક્ષિત પેરામેડીકલ સ્ટાફ કોરોનાના દર્દીઓની સારવારમાં સતત ખડેપગે સેવા આપી રહ્યા છે. દર્દીઓ સારવારથી ઝડપથી સાજા થઈ રહ્યા છે. આ સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી સુવિધાઓ નિઃશુલ્ક રીતે આપી રહી છે.