ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ને 138.68 મીટર પહોચાવા માં 2.93 મીટર જ બાકી છે.જેથી આગમી સમય માં પ્રથમ વખત ઐતિહાસિક પલો નો નજારો જોવા મળશે. હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 135.75 મીટર એ પહોંચી છે.હાલ નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી 5 લાખ 94 હજાર 326 ક્યુસેક પાણી ની આવક છે. નર્મદા ડેમ ના 10 ગેટ માંથી 1 લાખ 78 હજાર 384 ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવા માં આવી રહ્યું છે સરદાર સરોવર માં હાલ માં 4 હજાર 812 મિલિયન ક્યુબિક મીટર પાણી જમા થયું છે.નર્મદા નદી માં પાણી ની આવક વધતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને જેના કારણે કેવડીયા નો ગોરા પુલ પર પાણી ફરી વળતા ફરી રાહદારીઓ માટે બ્રિજ બંધ થયો છે.
તાપી જિલ્લા માં સ્થિત ઉકાઈ ડેમ આવનાર દિવસો માટે દક્ષિણ ગુજરાત વાસીઓ માટે પારસમણી રૂપ સાબિત થનાર છે. ઉકાઈ ડેમ માં ચાલુ વર્ષે 85 ટકા સુધી નો પાણી નો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ થઇ ગયો છે. જે આગામી દોઢ વર્ષ માટે આ વિસ્તાર ના પાણી ના પુરવઠા ને સંતોષવા પૂરતો હોવા નું સત્તાધીશો જણાવી રહ્યા છે.ઉકાઈ ડેમ ના ઉપરવાસ માં આ વર્ષે કુદરતે મહેર કરી છે અને ઉપરવાસ માં પડી રહેલા વરસાદ ને પગલે ડેમ ની સપાટી માં તોતીંગ વધારો નોંધાયો છે જેને પગલે ચાલુ વર્ષે ચોમાસા ની શરૂઆત માં જે ડેમ નો લાઈવ સ્ટોરેજ બે ટકા હતો તે વધી ને આજે 85 ટકા પર પહોંચ્યો છે.