ગુજરાતભરમાં મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ચુસ્તપણે નિયમોનું પાલન થાય તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે ટ્રાફીક પોલીસે પોસ્ટર્સ અને બેનર્સ દ્વારા પ્રયત્નો હાથ ધર્યા હતા. તો વાહન ચાલકો પણ હેલ્મેટ પહેરીને કાયદાનું પાલન કરતાં જોવા મળ્યા હતા. કાયદાનો ભંગ કરનારને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.