ગુજરાતમાં રાત્રી કરફ્યુ અને મર્યાદિત નિયંત્રણો 18 મે સુધી લંબાવાયા | Evening News | 11-05-2021
11-05-2021 | 6:52 pm
Share Now 1. રાજ્યમાં કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવાયા.18 મે સુધી 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કડક નિયંત્રણો રહેશે અમલી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય.શાકભાજી, મેડિકલ, ડેરી અને ચશ્માની દુકાનો રહેશે ચાલુ.
2. સુરતમાં શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં.સુરતના કલેક્ટરે કહ્યું, અસરકારક ટેસ્ટિંગ અને કન્ટેન્ટમેન્ટ સહિતની કામગીરીથી પરિસ્થિતિ કાબુમાં.તો, કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સુરતમાં ઉદ્યોગોનું કામ ચાલુ રાખાતા 50 ટકા લેબર સાથે 50 ટકા થઈ રહ્યું છે ઉત્પાદન.
3. રાજ્યમાં સોમવારે નોંધાયા 11 હજાર 592 કોરોનાના નવા કેસ. તો, સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં 14 હજાર 931 દર્દીઓ થયા સ્વસ્થ. અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ 3 હજારથી વધુ કેસ. રાજ્યમાં 117 દર્દીઓના થયાં મૃત્યુ. સોમવારે 2 લાખ 7 હજાર 700 વ્યક્તિઓનું કરાયું રસીકરણ.
4. રાજ્યોમાં કડક નિયંત્રણ અને લોકડાઉનના પગલે દેશમાં કોરોના પોઝિટિવિટી રેટમાં ઘટાડો.13 રાજ્યોમાં કોરોનાના સક્રિય 1 લાખથી વધુ કેસ.તો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 3 લાખ 29 હજાર નવા કેસ. અત્યાર સુધી 17 કરોડથી વધુ લોકોને અપાઈ રસી.તો, તેલંગાણામાં આવતીકાલથી 10 દિવસ માટે લગાવાયું લોકડાઉન.
5. ભારતીય વાયુસેના દ્વારા અનેક રાષ્ટ્રોમાંથી તબીબી સંશાધન પુરવઠો લાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલુ. ઇન્ડોનેશિયા અને સિંગાપુરથી ઓક્સિજન કન્ટેનર લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું ભારત. ફ્રાન્સ અને નેધરલેન્ડથી લવાયેલા ઓક્સિજન જનરેટર સેનાની પશ્ચિમી કમાન્ડે ત્રણ કોવિડ હોસ્પિટલને કર્યા સમર્પિત.
6. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી દર્શાવી નારાજગી. સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને વિપક્ષના આરોપ પર જે.પી. નડ્ડાએ કહ્યું, આ યોજનાની યૂપીએના શાસનકાળ દરમિયાન કરાઈ હતી માંગ.
7. વડોદરાના પાદરાના ડભાસા ગામે કોરોના પ્રોટોકોલનું સાથે કોરોનામુક્ત ગામ અભિયાનને કર્યુ સાર્થક. સંક્રમણને અટકાવવા પચ્ચીસ સો જેટલા ઘરોમાં પહોંચાડવામાં આવી કોરોનાની પ્રોટેક્શનની કીટ. તો લોક ભાગીદારીથી હાઈસ્કૂલના ખંડોમાં 10 બેડનું શરૂ કરાયું સામૂહિક કોવિડ કેર સેન્ટર.
8. મૂળ બનાસકાંઠાના અને મુંબઈ વસવાટ કરતા હીરાના વેપારીઓ કોરોનાકાળમાં આવ્યા વતનની મદદે. દર્દીઓની મદદ માટે 2 કરોડ 39 લાખના તબીબી સંશાધનોની આપી ભેટ. તો, આણંદના નાર ગામે ગ્રામજનોએ શરૂ કર્યું આઇસોલેશન સેન્ટર. ઘરે સારવાર ન લઈ શકતા દર્દીઓને અપાઈ રહી છે નિ:શુલ્ક સારવાર.