1લી મે, એટલે ગુજરાત સ્થાપના દિવસ. 2018માં આ વખતે રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાનો ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત ગૌરવ દિવસ તરીકે ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાનો મોટો કાર્યક્રમમાં ભરૂચમાં ઉજવાશે. ઉજવણીની શરૂઆત પહેલા ભરુચ જિલ્લામાં વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉજવણીના ભાગરૂપે ભરુચને સોળે શણગારે સજાવવામાં આવ્યું છે. સરકારની યોજનાઓથી લોકો માહિતગાર તેવી રીતે ભરૂચમાં બેનરો અને લાઈટિંગ ગોઠવવામાં આવ્યા છે.