ગોધરાના ધારાસભ્યને ધમકી આપનાર શખ્સને તડિપાર કરાયો છે.10 દિવસ પહેલા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્રને ફોન પર અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ગોધરા પોલીસે ધારાસભ્યની ફરિયાદના આધારે વાવડી ખુર્દ ગામના રહેવાસી પ્રવીણ ચારણ નામના શખ્સની ધરપકડ કરી હતી.