કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ગોવામાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં દરેક રાજ્યના નાણામંત્રી ઉપસ્થિત રહેશે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતીનભાઇ પટેલ આ બેઠકમાં ભાગ લેવા માટે ગોવા જવા રવાના થયા છે. તે પૂર્વે તેમણે જણાવ્યું હતું કે આ બેઠકમાં વિવિધ રાજ્યોમાંથી આવેલ દરખાસ્ત ઉપર ચર્ચા કરવામાં આવશે તથા જીએસટીમાં જે રાજ્યને નુકસાન થાય છે તેની ભારત સરકારના જીએસટી કાઉન્સિલ તરફથી આ નુકસાન ભરપાઇ કરવામાં આવે છે. આ સમયે મગફળી વિશે વાત કરતા તેમણે જણાવ્યુ કે આ વર્ષે પણ મગફળીનો સારો પાક થયો છે ત્યારે ટૂંક સમયમાં તેની ટેકાના ભાવે ખરીદી અને પેમેન્ટ માટેની શક્ય તમામ વ્યવસ્થા કરાશે.