ગ્રાઉન્ડ રિપોર્ટ-1 સરકારની CGTMSE યોજનાથી પોતાની કંપનીના સપના થશે સાકાર
ગ્રાઉન્ડ રિપોર્ટ-1 સરકારની CGTMSE યોજનાથી પોતાની કંપનીના સપના થશે સાકાર
31-08-2019 | 8:59 pm
Share Now દેશમાં કેટલાય લોકો પોતાની કંપની શરૂ કરવા ઈચ્છે છે, પણ બેન્ક પાસેથી લૉન એટલે નથી મળી શકતી કારણકે તે નાણારાશિના બદલામાં ગેરંટીના રૂપમાં દેખાડવા તેમની પાસે કઈ હોતું નથી. પણ હવે આ વાત થઈ ગઈ છે જૂની. ભારત સરકારના CGTMSE યોજનાના માધ્યમથી હવે લોકો ખુદની કંપની ખોલવાના સપનાને પૂરા કરી શકશે. જેની જમીની હકીકત જોવાં મળી ગાંધીનગરના હર્ષ અને પ્રતીક પટેલના રૂપમાં.
આ છે પ્રતીક પટેલ અને હર્ષ પટેલ આજે તેમની ખુદની સિલિંગ ફેન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે, પણ 4 વર્ષ પહેલાં તેમણે વિચાર્યું નહોતું કે તે ક્યારેય કંપનીના માલિક પણ બની શકશે. આ ફેક્ટરીની શરૂઆત 2015 માં થઈ હતી. 2 વર્ષ પછી જ્યારે ઉદ્યોગના વિસ્તાર માટે તેમણે 35 લાખની જરૂરરિયાત હતી ત્યારે બેંકમાં લૉન માટે ગેરંટી માંગી રહ્યું હતું ત્યારે તેમણે CGTMSE સૂક્ષ્મ અને લઘુ ઉદ્ધમ ક્રેડિટ ગેરંટી ફન્ડ ટ્રસ્ટ વિશે સાંભળ્યું અને કેનેરા બેંક માંથી લૉન લીધી જેના માટે ગેરંટીની જવાબદારી સરકારે લીધી. એમણે કીધુ શરૂઆતમાં તેમનું ટર્નઓવર ખૂબજ ઓછું હતું જ્યારે આજે 2 કરોડે પહોંચ્યું છે અને જે ફક્ત સરકારનાં સહયોગ સંભવ થયું છે.