છોટાઉદેપુરના રંગપુર પાટિયા પાસે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 બાળકો સહિત 7 લોકોના કરુણ મોત થયા હતા. ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પૈકી 6 લોકો એક જ પરિવારના હતા. આ પરિવાર મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના અંબાડા ગામનો રહેવાસી હતો અને પરિવારના એક બીમાર બાળકને સારવાર માટે વડોદરા લઈને આવી રહ્યો હતો ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો.
અક્સમાતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી લખ્યું કે, છોટાઉદેપુર નજીક થયેલા અકસ્માતના સમાચારથી ખુબ જ દુ:ખ થયું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો જલદીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના અને મૃત્યુ પામલે લોકોની આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના.