આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગામો માટે જન વિકાસ ઝુંબેશ ચાલી રહી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિર્દેશ અનુસાર આણંદ કલેકટર દીલીપ રાણા અને તેમની ટીમ દ્વારા તારાપુર તાલુકાના તમામ ગામો ના ગરીબ પરિવારોને રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ પ્રકારની સહાય કરી યોજનાઓનો લાભ આપવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.તેના ભાગ રૂપે ઇન્દ્રણજ ગામે રાત્રી સભા યોજાઈ હતી. માત્ર ૨૫૦૦ ની વસ્તી ધરાવતા આ ગામના ૭૫૦ વ્યકિત ઓને આયુષમાન કાર્ડ આપી દેવાયા છે.જેથી ગરીબ પરિવારો પાંચ લાખ સુધીની આરોગ્ય સેવા મેળવી શકશે અને બીજી ઘણી યોજનાઓ ના લાભ તો ખરાજ, ઇન્દ્રણજ ગામે રાત્રિ સભાને પ્રાંત અધિકારી નિલોફર શેખે સંબોધતા કહ્યું કે,તારાપુર તાલુકાની કુલ વસ્તી ૮૦ હજાર જેટલી છે ત્યારે જન વિકાસ ઝુંબેશ દ્વારા પચાસ હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ લાભ આપી તેઓનું જીવન સલામત કરવાની નેમ છે.નાની બાળકી થી લઈ વૃદ્ધ નિરાધાર સુધી સહાય ની યોજનાઓ અમલમાં છે.
આણંદ જિલ્લા કલેકટર દિલીપ રાણા આ ગામે ઉપસ્થિત ગ્રામજનોને સીધાજ મળીને વાતચીત કરીને યોજનાઓનો લાભ લેવામાં કોઈ પણ લાભાર્થી બાકી ન રહે તેની તકેદારી લીધી હતી..અહીં કલેકટર ના હસ્તે મહિલા પુરુષ લાભાર્થી ઓને આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માન નિધિ કાર્ડ ,વિધવા સહાય, વય વંદના સહાય,વૃદ્ધ નિરાધાર સહાય,અપંગ સહાય, વિકલાંગ સહાય, દિવ્યાંગ સહાય જેવી યોજનાઓની સહાય અર્પણ કરવામાં આવી હતી.ઇન્દ્રણજ ગામે રાત્રી સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.ઈન્દ્રણજ ગામે જન વિકાસ ઝુંબેશના ભાગરૂપે કલેકટરે ક્લાસ વન અધિકારીઓને આ ગામોની જવાબદારી સોંપી હતી..તેમજ ગામના તલાટી, ગ્રામસેવક અને આરોગ્ય કર્મીઓ સહિતની ટીમને સૂચના આપી હતી કે ઘરે ઘરે ફરી સર્વે કરવામાં આવે અને કોઈ લાભાર્થી લાભ વગર વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવે.