રથયાત્રા પહેલાં આજે અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે જળયાત્રા મહોત્સવ યોજાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરમાં જળયાત્રા મહોત્સવની શરૂઆત થઈ હતી. વર્ષોની પરંપરા પ્રમાણે આ વર્ષે ધજા, નિશાન, અને ગજરાજ સાથે, જળયાત્રા મંદિરેથી સાબરમતી જમાલપુર પાસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં જળયાત્રાની પૂજા થઈ હતી.