વરસાદની સીઝન શરૂ થતાં જ ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે. જે ખેડૂત પાસે આગોતરા પાણીની વ્યવસ્થા છે. તેમણે વાવણી શરૂ કરી દીધી છે. જિલ્લામાં 10 હજાર 600 હેક્ટરમાં મગફળી અને 610 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. વધુ એક વરસાદ બાદ ખેડૂતો સોયાબીન, બાજરો તેમજ ઘાસચારાનું વાવેતર કરશે.