ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાનું સૌંદર્ય મનમોહક છે અને તેમાય વરસાદની ઋતુમાં આ જિલ્લો જાણે સોળે કલાએ ખીલી ઉઠે છે. હાલ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના પ્રસિદ્ધ ગીરા ધોધનું રમણીય સૌંદર્ય પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. હાલ વરસાદને કારણે ગીરા ધોધની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે, અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધને જોવા માટે ઉમટી પડ્યા છે.કુદરતના ખોળે રમતા ડાંગ જિલ્લાના ઘટાદાર વૃક્ષો અને લીલોતરી મન મોહી લે તેવી છે. તેથી જ દેશભરના પર્યટકો અહીં ઉમટી પડ્યા છે, તો પ્રવાસીઓના ધસારાને જોતા તંત્ર દ્વારા સુચના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.