ચોમાસાની સિઝન દરમિયાન ડાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે.ઘણી વાર નદી-નાળા પાસે સેલ્ફી લેતી વખતે દુર્ઘટના સર્જાતી હોય છે.ત્યારે આવી દુર્ઘટનાને રોકવા માટે નદી, નાળા, તળાવ કે પછી ધોધ પાસે સેલ્ફી પાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.. ડાંગ જિલ્લાના વહીવટે તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવાયું છે કે, નદી-નાળા, તળાવ કે ધોધમાં સેલ્ફી પર પ્રતિબંધ રહેશે.આ ઉપરાંત ન્હાવા, કપડા ધોવા કે પછી માછલી પકડવા જેવી પ્રવૃતિ પણ નહીં કરી શકાય.