રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા, રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે 'તાઉ-તે' વાવાઝોડા સંદર્ભે ઐતિહાસિક - રૂ.૧૦૫ કરોડનું , રાહત પેકેજ જાહેર કરેલું છે . બોટ અને બોટ જાળ જેવી સાધન સામગ્રી પેટે રૂ. ૧૦ કરોડની સહાય ચૂકવી છે. પૂર્ણ નુકસાની પામેલ બોટના કિસ્સામાં કુલ ૧૧૩ માછીમારોને રૂ. ૩ કરોડની સહાય ચૂકવાઈ છે. જ્યારે અંશત: નુકસાની પામેલ બોટના કિસ્સામાં કુલ ૭૮૭ માછીમારોને રૂ. પ કરોડની સહાય મળી છે. રાજ્યના કુલ ૯૦૦ માછીમારોને બોટ નુકસાની પેટે રૂપિયા ૮ કરોડની સહાય અપાઈ છે.