વલસાડ જિલ્લાનાં ધરમપુર, કપરાડા, પારડી સહિત , અનેક ગામોમાં કેટલાક વિસ્તારમાં , વહેલી સવારે ઋતુના પ્રથમ વરસાદે પગરણ કર્યાં હતાં. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ, વગેરે સ્થાનોમાં વરસાદ પડતાં , ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સાથેસાથે લોકોએ ઠંડક અનુભવી , ગરમીથી હાશકારો પણ મેળવ્યો હતો. ગુજરાતમાં આ વખતે ચોમાસુ 15 જૂનના બદલે , 11 જૂનથી બેસે તેવી શક્યતા છે.