નર્મદા તટે આવેલ તપોવન આશ્રમ માં વરસાદી પાણી નો સંગ્રહ અને જળ સંચય સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંકલેશ્વર તાલુકા ના જુના બોરભાઠા બેટ ખાતે તપોવન આશ્રમ ના સંચાલકો એ વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચય માટે અનોખી પહેલ કરી છે. અને એક ચોમાસા ની મૌસમ માં અંદાજીત એક વર્ષ ચાલે તેટલું વરસાદી પાણી સંગ્રહીત કરી ને રોજ બરોજ એટલે કે ખાવા પીવા ના વપરાશ માં લઈ રહ્યા છે. વરસાદી પાણી સંગ્રહ અને જળ સંચય નું ઉત્તમ ઉદાહરણ પણ સમાજ ને પૂરું પાડી રહયા છે.