નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના સંક્રમિત, યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ |News Focuse|24-4-2021
24-04-2021 | 8:43 pm
Share Now 1... દેશમાં , કોરોના ની સ્થિતિ મુદ્દે ,વહીવટી તંત્ર યુદ્ધ સ્તરે લાગ્યુ ,કામે... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતા માં યોજાઈ , મહત્વ ની બેઠક.. . બેઠકમાં મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણો નો પૂરવઠો વધારવા અંગે ,લેવાયા નિર્ણયો.. ઓક્સિજન ,અને ઓક્સિજન સંબંધિત ઉપકરણો પર , મૂળ કસ્ટમ ડ્યુટી અને આરોગ્ય સેસ , કરાયો માફ... તો સાથે જ , કોવિડ સંબંધિત રસીઓ ને મૂળ કસ્ટમ ડ્યુટી માંથી પણ , અપાઈ મુક્તિ...
2... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આ વર્ષે પણ , કોરોના સંક્રમણ, ગામ સુધી ન પહોંચવા દેવા , અને રસીકરણ અભિયાન ને , ગામડાઓ માં વેગવંતુ બનાવવા માટે, પંચાયતોને કર્યુ આહવાન.. કહ્યુ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત , મફત માં, રાશન આપવા ની યોજનાને, ફરી થી કરાઈ છે , શરૂ, જેના થકી, કોઈપણ પરિવાર, નહી સૂઈ શકે ભૂખ્યું..
3-- કેન્દ્રીય ગૃહમંત્રી, અમિત શાહે ગાંધીનગરના , કોલવડા ની, ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ માં, P.S.A. ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ.... દર્દીઓને મળશે પ્રતિ મિનિટે ૨૮૦ લીટર ઓક્સીજન - તો રાજ્યમાં ૧૧ ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવા કેન્દ્ર સરકારે આપી મંજૂરી- ટૂંક સમયમાં કરાશે કાર્યરત
4...રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો.. આજે કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 14 હજાર 97 કેસ નોંધાયા જ્યારે છેલ્લા 24 કલાકમાં 6 હજાર 479 દર્દીઓ થયા સ્વસ્થ.. તો 152 દર્દીના નીપજ્યા મૃત્યુ... અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 5 હજાર 683 કેસ, સુરતમાં 2 હજાર 686 કેસ.. વડોદરામાં 701, રાજકોટમાં 500 કેસ નોંધાયા.. તો બીજી તરફ રાજ્યમાં આજે 1 લાખ 69 હજારથી વધુ વ્યક્તિઓનું કરાયું રસીકરણ..
5... રાજ્યના, નાયબ મુખ્યમંત્રી , નીતિન પટેલ નો ,કોરોના રિપોર્ટ પોઝિટિવ,,.. નાયબ મુખ્યમંત્રીએ, ટ્વીટ કરી ને આપી માહિતી.. ડોક્ટર ની સલાહ મુજબ.. અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ થઈ લઈ રહ્યાં છે , સારવાર..
6... દેશમાં , કોરોનાના કેસ માં , વિક્રમ જનક વધારો.. છેલ્લાં 24 કલાક માં, દેશમાં નોંધાયા 3 લાખ 46 હજાર 786 નવા કેસ.. તો 2 લાખ 19 હજારથી વધુ દર્દી થયા સાજા.... તો બીજી તરફ દેશમાં પૂરઝડપે ચાલી રહ્યું છે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન... દેશમાં અત્યાર સુધી 13 કરોડ 83 લાખથી વધુ વ્યક્તિઓને અપાઈ કોરોનાની વેક્સિન.. તો છેલ્લા 24 કલાકમાં 29 લાખથી વધુ લાભાર્થીઓને અપાઈ કોરોનાની રસી..
7.. રાજ્ય ના વાતાવરણ માં આવ્યો પલટો.. સૌરાષ્ટ્ર ના, કેટલાક ગામ માં છવાયું, વાદળછાયું વાતાવરણ.. બનાસકાંઠા, પંચમહાલમાં ઝરમર વરસાદ , તો બીજી તરફ , અમરેલીના ગ્રામ્ય વિસ્તાર માં , વરસાદી ઝાપટાં.. કમોસમી વરસાદ થી , ધરતી પુત્રો ચિંતા માં..