નિયંત્રણો હળવા થતા આજથી ભક્તો માટે ખુલ્યા આસ્થાના દ્વાર| Morning News| 11-6-2021
Live TV
નિયંત્રણો હળવા થતા આજથી ભક્તો માટે ખુલ્યા આસ્થાના દ્વાર| Morning News| 11-6-2021
11-06-2021 | 12:35 pm
1......કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે આજથી ગુજરાત અનલોક....આજથી ધંધા-રોજગાર સાંજે 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લા....તો હોટલ-રેસ્ટોરન્ટ,લાયબ્રેરી, જીમમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે કરી શકાશે શરુ....સોમનાથ, દ્વારકા, ચોટીલા, શામળાજી અને પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે ખુલ્યા...26 જૂન સુધી છુટછાટ રહેશે અમલી...
2.... રાજ્યમાં ગુરૂવારે નોંધાયા કોરોનાના નવા 544 કેસ...તો 1 હજાર 505 દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ 97.23 પહોંચ્યો ટકાએ...ગુરૂવારે રાજ્યમાં 2 લાખ 68 હજારથી વધુ લોકોને અપાઈ કોરોનાની રસી...તો, રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ અને અન્ય નિયમોને લઈને રાજ્ય પોલીસ વડાએ લોકોને સાવચેત રહેવા આપી સલાહ...
3..દેશમાં સતત ત્રણ દિવસથી દૈનિક કેસ એક લાખથી પણ ઓછા...ગુરૂવારે દેશમાં કોરોનાના 94 હજાર 52 કેસ...જો કે અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 6 હજાર 148 લોકોનાં મૃત્યુ...દેશભરમાં અત્યાર સુધી 24 કરોડથી વધુ લોકોનું કરાયું રસીકરણ...તો કોવિન વેબસાઈટ હેક થઈ હોવાની વાત માત્ર અફવા.....રસીકરણ સાથે જોડાયેલો તમામ ડેટા છે સુરક્ષિત....
4....સરકારે બાળકો માટે જાહેર કરી કોરોના ગાઈડલાઈન... બાળકોના કેસમાં સેલ્ફ મેડીકેશનથી બચવાની સલાહ, તો કોરોનાના લક્ષણો ન હોય તેવા સંજોગોમાં સ્ટેરોઈડ બની શકે છે જોખમી... એન્ટિ વાયરલ ડ્રગ, રેમડેસિવિર નહીં આપી શકાય બાળકોને....તો, H.R.C.T. સીટી સ્કેન ઈમરજન્સી સિવાય નહીં કરવાની ડૉક્ટરોની સલાહ...
5... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 આઉટરીચ શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી લેશે ભાગ... 12 અને 13 જૂને થશે શિખર સંમેલનનું આયોજન...બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને પ્રધાનમંત્રીને આપ્યું નિમંત્રણ... વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી...
6....વિદેશમંત્રી એસ.જયશંકરે કુવૈતના વિદેશમંત્રી શેખ અહમદ નાસિર અલ-મોહમ્મદ અદલ-સબા સાથે કરી મુલાકાત.....બન્ને નેતાઓ વચ્ચે આરોગ્ય, ખાદ્ય, શિક્ષણ,ઉર્જા અને વેપાર સહયોગ સહિતના મુદ્દાઓ પર થઈ સકારાત્મક ચર્ચા.....કુવૈતમાં ભારતીય કામદારોને વધુ કાયદાકીય સુરક્ષા મળે તે માટેના એક MOU પર થયા હસ્તાક્ષર...
7.... કુદરતી આપત્તિ સમયે ખરીફ પાક 2021 માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી મંજૂરી....રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોને મળશે ફાયદો.... પ્રતિ હેક્ટર રૂપિયા 20 હજારની અપાશે સહાય તો મહત્તમ મર્યાદા 4 હેક્ટરની રહેશે... પ્રિમીયમ ભર્યાં વિના ધરતીપુત્રોને મળશે યોજનાનો લાભ...
8.... રાજ્યમાં નર્સિંગ એલાઉન્સમાં 130 ટકાનો કરાયો માતબર વધારો... પહેલી જુલાઈથી રૂપિયા 3, 000નું અપાશે નર્સિંગ એલાઉન્સ... તો 2 ,000 થી વધુ નર્સોની કરાશે નવી ભરતી... જેની પરીક્ષા 20 મી જૂને લેવાશે... આરોગ્ય સેવામાં વધુ માનવબળ ઉમેરાય તે માટે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય...
9....ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત...વલસાડના કપરાડામાં 2 ઈંચ, તો જલાલપોરમાં 4 ઈંચ વરસાદ....કોસ્ટલ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ થતાં લોકોને ગરમીમાંથી મળી મુક્તિ...અમરેલી અને સેલવાસમાં વાવણીલાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં છવાયો આનંદ...તો માછીમારોને 14 જૂન સુધી દરિયો ન ખેડવા અપાઈ સૂચના...