નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો. રાજીવ કુમારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તેમણે મુખ્યમંત્રી સાથે કંડલા કોસ્ટલ ઇકોનોમી ઝોન, ખેડુતો માટે ટેકાના ભાવો, સ્વાસ્થ્ય , શિક્ષણ વગેરે જેવા સરકારના મહત્વના ક્ષેત્રો પર ચર્ચા કરી હતી.