પંચમહાલના ગોધરાની રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓ દ્વારા બે વર્ષની મહેનત બાદ ડ્રગ પરીક્ષણ માટે વપરાતા ઓર્ગન બાથ મશીનને ,, ડિજિટલી સોફ્ટવેર મોડીફાઈડ કરીને અલગ પ્રકારનું મશીન બનાવવામાં આવ્યું છે. જેની મદદથી પ્રિ-ક્લિનિકલ ટેસ્ટમાં ચોક્કસ અને ઝડપી પરિણામ મેળવી શકાશે સાથે સાથે પ્રાણીઓના ટીશ્યુ નો પણ, બગાડ અટકશે. અંદાજે એક લાખ રૂપિયામાં તૈયાર થયેલું મશીન હાલ પેટન્ટ માટે રજૂ કરવામાં આવ્યું છે