શેરબજારમાં રોકાણ કરી વધુ વળતરની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે... ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવડાવીને છેતરપિંડી કરનાર એક ઇસમને પંચમહાલ રેન્જની ગોધરા સાઈબર ક્રાઈમ પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે... જ્યારે આ છેતરપીંડીમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે... આરોપીઓએ ગોધરાના મુકેશભાઈ નિનામા નામના વ્યક્તિને શેર માર્કેટ એડવાઇઝરી કંપનીના નામે શેરબજારમાં રોકાણ કરી વધુ વળતરની લાલચ આપી હતી.. જે અંતર્ગત તેમના પાનકાર્ડ, આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો તથા અન્ય ડોકયુમેન્ટ વોટસએપમાં મંગાવ્યા હતા, ડોક્યુમેન્ટ મંગાવ્યા બાદ ઠગ ઈસમો દ્વારા મુકેશભાઈ પાસેથી છ માસના ગાળામાં ચાર અલગ-અલગ બેંક ખાતા તેમજ બે જેટલાં ઓનલાઈન યુપીઆઇ એકાઉન્ટ દ્વારા કુલ રૂ ૨૩.૨૭ લાખ ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.