પંચમહાલ: 125 મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય| Samachar @4PM| 02-05-2021
02-05-2021 | 7:37 pm
Share Now 1.. 4 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશનો આજે જનાદેશ.. પશ્ચિમ બંગાળ, આસામ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની ચાલી રહી છે મતગણતરી..
2.. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં , ભાજપના ઉમેદવારનો વિજય... ઉમેદવાર નિમિષાબેન સુથારનો 45 હજાર 432 મતથી ભવ્ય વિજય.. 17 એપ્રિલે મોરવા હડફની ખાલી પડેલી બેઠક માટે યોજાઈ હતી પેટાચૂંટણી
3... દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 3 લાખ 92 હજાર 488 કેસ.. જ્યારે 3 લાખ 7 હજાર 865 દર્દીઓ થયા સ્વસ્થ.. તો 3 હજાર 689 દર્દીઓના થયા મૃત્યુ... કોરોનાના કેસ વધતા ઓડિશમાં 5 થી 19 મે સુધી 14 દિવસનું લાદવામાં આવ્યું લોકડાઉન.. તો બીજી તરફ દેશમાં અત્યાર સુધી કુલ 15 કરોડ 68 લાખથી વધુ લોકોને અપાઈ કોરોનાની રસી..
4.. કોરોના વિરુદ્ધની લડાઈમાં વિશ્વના 40થી વધુ દેશો ભારતની પડખે... અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા દેશો આવ્યા ભારતની મદદે... અમેરિકા ભારતને ઓક્સિજન સપોર્ટ, ઓક્સિજન Concentrator , PPE Kit , અને વેક્સિન નિર્માણ સહીતની સામગ્રીની કરી રહ્યું છે મદદ
5.. દેશમાં ઓક્સિજન તમામ લોકોને મળી રહે તે માટે , કેન્દ્ર સરકાર કરી રહી છે પૂરતા પ્રયાસ.. રેલવે વિભાગ "ઓક્સિન એક્સ્પ્રેસ" દ્વારા પહોંચાડી રહ્યું છે ઓક્સિજનનો જથ્થો.. અત્યાર સુધી 664 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો , રેલવે દ્વારા વિવિધ રાજ્યોમાં મોકલાયો.. તો વાયુસેના પણ વિદેશમાંથી ઉડાન ભરીને લાવ્યા છે 47 ઓક્સિનજ Container
6..... રાજ્યમાં દૈનિક કોરોના કેસમાં નોંધાયો આંશિક ઘટાડો.... શનિવારે રાજ્યમાં કોરોનાના 13 હજાર 847 નવા કેસ નોંધાયા .... 172 લોકોના કોરોનાથી મૃત્યુ..... અમદાવાદમાં 5 હજાર 60 ,, સુરતમાં 2,188 , વડોદરામાં 783 , અને રાજકોટમાં નવા 700 કેસ આવ્યા સામે..... 18 થી 44 વર્ષ સુધીના 55 હજાર 235 વ્યક્તિઓને અપાયો , રસીનો પ્રથમ ડોઝ ---
7.... Pharmacy Council દ્વારા Registered Pharmacist તેમજ સામાન્ય જનતા માટે જાહેર નોટિસ.. રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર કરતા પકડાશે , તો થશે કાર્યવાહી.. ફાર્મસી એક્ટ 1948 , અને Pharmacy Practice Regulation Act-2015 મુજબ , License થશે કાયમ માટે રદ..
8..... કોવિડ સંક્રમણના નિયંત્રણ અને સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની ,, વિદેશમાંથી આયાત પરનો , IGST વેરો ,, રાજ્ય સરકાર ભોગવશે ..... મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય.... રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો અને સંસ્થાઓમાં ,, વિનામૂલ્યે અપાનારી સાધન-સામગ્રીની આયાત પરના વેરાનું ભારણ ,, આયાતકાર પર નહી આવે...