રાજ્ય સરકાર દ્વારા પહેલી ઓક્ટોબરથી રાજ્યભરમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ બંધ કરીને તેના સ્થાને ડિજિટલ સ્ટેમ્પિંગને ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત મહેસૂલ મંત્રી કૌશિક પટેલ દ્વારા કરાઈ છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે , કે નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ , તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા , પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી , સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસૂલ કરી , નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની , રજૂઆતો મળી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ , થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે , ડિઝીટલ સ્ટેમ્પીંગની સુવિધાનો વ્યાપ વધારવા , મહત્વનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે , વધુ એક નિર્ણય કરી , 1લી ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં , નોન જ્યુડીશ્યલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી , ફક્ત ડિઝીટલ સ્ટેમ્પીંગની પધ્ધતિને અનુસરવા , મહત્વનો નિર્ણય કર્યો છે.