ભાવનગરના સિહોરમાં , કુંવરબાઈનું નેરૂ તરીકે જાણીતી પાણીની નહેરમાં પડેલા વરસાદને કારણે ,, ભારે પુર આવ્યું હતું. આ નેરા નજીકના વિસ્તારમાં રહેતી એક મહિલા , પોતાની પુત્રીને લઇ વરસાદી માહોલમાં નીકળી હતી... નહેરમાં પૂર હોવા છતાં , પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા , માતા-પુત્રી બંને ધસમસતાં વહેણમાં તણાઇ ગયાં હતા. માતા પુત્રીને તણાતા જોઈ , ત્યાં રહેલા મુસ્લિમ યુવાનો તેને બચાવવા , પાણીમાં કુદી પડ્યા હતા ... જેમાં મહામહેનતે માતાને બચાવી , સારવાર માટે ખસેડવામાં આવી હતી. જયારે સાથે રહેલી આઠ વર્ષીય પુત્રી , પાણીના પ્રવાહમાં તણાઇ જતા ,, થોડીવાર બાદ તેનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. પુત્રીનું મોત થતાં , પરિવાર ઉભર આભ ફાટ્યુ હતું ,, અને પરિવારે કલ્પાંત કરી મૂક્યું હતું..